Friday, November 20, 2009

love you mamma........

" 'મા!' આ શબ્દ બોલતા જ આપણી માતા, તેનો પ્રેમ, તેના આપણા માટેના ત્યાગ વગેરે આપણા
સ્મ્રુતિપટ પર આવી જાય છે. આ શબ્દ મીઠાસથી ભરેલો છે તેનુ ઉચ્ચારણ માત્ર જ આપણાં હ્રદયમાં પ્રસન્નતા લાવી દે છે કારણ કે મા એ વાત્સલ્યની મુર્તિ છે." આ વક્યો છે મે 9th std. મા 'મારી મા' પર લખેલ નિબંધનાં. (હા! એ બૂક હજી સાચવેલી છે) આજે આ વાંચતા જ અચાનક મનમાં પ્રશ્ન થયો..."શું સાચે જ મેં ક્યારેય એ અમૂલ્ય ત્યાગોને યાદ કર્યા છે?" જવાબ કદાચ નકારાત્મક હતો. આપણાં ઉછેરમાં જે વ્યક્તિનો સૌથી વધુ ફાળો હોય એને જ કેમ આપણે ભૂલી જઇએ છીએ?

મને યાદ છે school એ જતી વખતે મમ્મી જ યાદ કરાવતા કે "બધુ લઇ લીધુ છે?" ક્યારેક સરખું જમ્યુ ના હોય તો (શુ કરુ મને બધુ ભાવે નહિ ને!) મમ્મી જાતજાતની વાનગીના નામ લઇ લે મારી સામે અને પૂછતા જાય કે "આ ખાવુ છે? આ ચાલશે?" school થી ઘરે આવતા સહેજ પણ મોડું થાય એટલે મમ્મી દરવાજે જ ઊભા હોય મારી રાહ જોઇને.10માં ધોરણમાં 90.43% આવ્યા અને છાપામાં સ્કૂલે નામ છપાવેલ તો મમ્મીએ છાપું હજુ સાચવી રાખેલુ છે. (એ જાણવા છતાં કે હું આથી ઘણાં સારા માર્કસ લાવી શકી હોત,,, મમ્મી એ ઠપકો આપવાની જગ્યાએ મનોબળ વધારેલ.)આવા ઘણા બનાવો છે જેમા એમનો મારા પ્રત્યેનો પ્રેમ દેખાઇ આવે છે.(જેટલો ભાઇ પ્રત્યે છે એટલો જ. કદાચ એથી પણ વધુ.)


પપ્પા જો દિકરીને વહાલ કરતા હોય તો લોકો તરત કહેશે કે "દિકરીઓ તો પપ્પાની લાડકી જ હોય."પરંતુ માતા એ પોતાને દિકરીને કરેલ વહાલની તો કદાચ અવગણનાં જ થાતી હોય છે.તેમ છતાં પણ માતા પોતાનાં નિ:સ્વાર્થ પ્રેમની વર્ષા કરતી જ રહે છે.એ પોતાના સંતાનોની ખુશી માટે બધુ જતુ કરતી જાય છે.


એટલે જ દુનિયા ભલે ગમે તે કહે પણ મમ્મી મારા બેસ્ટ ફ્રેન્ડ છે.(આમેય દુનિયાની ચિંતા કરવાવાળા ક્યારે ખુશ થયા છે?)Mamma is my guardian angel who'll always be a very special part of me.

Dear mamma i love you.....and thanks to you for whatever you have done for me. Please forgive me as I know I have hurted you so many times.....sorrrrrryyyyyyy....!!!

એટલે જ કહેવાયુ છે કે "અર્પી દઉ સો જનમ એવડું મા તુજ લ્હેણું..."

Thank You!!!

અહી લખવાની શરુઆત કરુ એ પહેલા હુ "thanks" કહેવા માંગુ છુ મારા high school
ના શિક્ષકોને. આમ તો બધા શિક્ષકોએ મારા ઘડતરમા ફાળો આપેલ છે પરંતુ મારી high school
દયામયી માતા નો અનુભવ કઇક જુદો જ રહ્યો છે. હુ અત્યારે જે કાઇ પણ છુ જે જગ્યાએ ઊભી છુ એમાં મારા શિક્ષકોનો સૌથી વધારે ફાળો છે. આ જિંદગીનાં સુખોને પચાવવાની અને દુ:ખોની સામે લડવાની તાકાત એમણે જ આપેલ છે. જ્યારે પણ કોઇ મુસીબતનો સામનો કરવાનુ થયુ છે ત્યારે હું તેમનાં જ વિચારોને અનુસરી છુ અને આજે તેમના આ અતુલ્ય ઉપકાર બદલ તેમને થેંક યુ કહેવા માંગુ છું.
Thank you my dear teachers....જો તમે ના મળ્યા હોત તો કદાચ હું પણ આજે જે જગ્યાએ છુ ત્યાં ના હોત.
Thank You Dayamayi...!!!!