Friday, March 30, 2012

Farewell Buddies...


I used to rule the world
Seas would rise when I gave the word...
Engineers!!!! આજકાલ GTUની Engineeringની First batch એક જ વાત કરે છે, "યાર હવે તો કોલેજ પૂરી ... હવે તો  આપણે ખબર નહિ આવી રીતે ક્યારેય મળશું કે નહિ? અને ફરી આવી મોજ મસ્તી કરી શકશું કે નહિ ? " હવે આ મોજમસ્તી કરવાવાળા લોકો ભેગા કેવી રીતે થયા એ જોઈએ...


અમુકનું સપનું હતું બાળપણથી કે "મારે તો  Engineer બનવું છે..." એટલે આવ્યા Engineering collegeમાં :),અમુકને બીજા એકેય fieldમાં રસ નહોતો એટલે આવ્યા Engineeringમા :P, અમુકને બીજા field વિશે ખબર નહોતી એટલે આવ્યા  Engineeringમા :O,અમુક એ કઈ જોયું જ નહિ; મમ્મી પપ્પા એ કીધું "બેટા Engineer બની જા! " એટલે આવ્યા Engineeringમા. :D  અને આ બધી એક થી એક ચઢિયાતી હસ્તી ભેગી થઇ Engineering Collegeમા અને  પછી.....??? બધા બની ગયા  F.R.I.E.N.D.S. અને પછી થઇ ફિલ્મ ચાલુ ... :P 

અમુક બન્યા HERO (or HEROINE) અને અમુક બન્યા ZERO. (Ummm...may be ZEROINE! :P :D )  અમુક બન્યા ટાપર ( બોલે તો TOPPER) અને અમુક થયા ફેઈલ ! 1st semમા ટાપર એ આપી પાર્ટી;  ફેઈલ થનાર એ  sad songs સાંભળ્યા, અને ધીરે ધીરે semester આગળ વધતા ગયા એમ બંને પાર્ટી આપતા થઇ ગયા. બધા આવેલા તો ભણવા પણ કોઈ seriously ભણી ના શક્યું.કોઈ ના પહેલા દિવસ થી પ્રેમમાં પડ્યું .... and they got their soulmates! :) અમુક પ્રેમમાં પડ્યા પણ break-up થઇ ગયું. :( અને અમુક વારંવાર પ્રેમમાં પડ્યા ... :D :P  (અને સિલસિલો હજુ ચાલુ જ હશે ...)    

પોતે લેકચર bunk કરે પણ સાથે બીજાને પણ ખેંચીને લઇ જાય...અને હા "mass bunk" તો કેમ ભુલાય? [અને mass bunk ને  mass bunk  ના થવા દેનારા લોકો પણ... :P ] અમુક assignments જાતે લખી-લખીને  મરી ગયા અને અમુક copy કરી-કરીને  મરી ગયા. :P કોઈની રાતો વીતી 'facebook chatting'મા તો કોઈની વીતી 'online gaming'મા તો કોઈની SMSમા. [કેમ કે સૂવાનું તો લેકચરમા હોય ને !!!] 



Concepts clear હોય કે ના હોય ... HOD sir ને જોવો એટલે એક વાત તો કહેવાની જ  "Sir...Industrial visit !!!" અને પછી visitમા કરવાની મસ્તી. ;)  લંચ બ્રેક મા ભેગા મળીને બનાવેલી ભેળ  અને  submissionના આગલા દિવસે જાગીને કરેલ project  તો અનફર્ગેટેબલ મેમરીમા આવવા જ જોઈએ. કોને વધારે માર્ક્સ આવે એના માટે લગાવેલી chocolateની શરત!  અને નાનકડી chocolate માટે friend જોડે કરેલ મીઠી fighting! :P  Low attendance માટે "Eventમા ગયા હતા..." એવા બહાના  કાઢવા ...



અ...અઆ... picture abhi baaki hai mere dost!


કોઈ થઇ ગયું campus interviewમા સિલેક્ટ ... અને  ઘણા બધા રહી ગયા. o.O  :P 

અને આવી તો કઈ કેટલીયે યાદો કે જે લખવા બેસીએ તો આખી book  લખાઈ જાય ... [અમુક કહી શકાય એવી યાદો અને અમુક .... ] આજે જે મહાન લોકો collegeના વાંક કાઢવામાંથી ઊંચા નહોતા આવતા એ લોકોને આજે અચાનક  college ગમવા માંડી છે. [Last sem છે ને ... :'( :'( :'( ] પણ જીંદગી છે યાર આગળ તો વધવું જ પડશે ... [વાહ વાહ ... વાહ વાહ ...]
and this post is dedicated to all the engineers and also to all my best buddies! અને 
આ post દ્વારા હું મારા મિત્રોને આખરી અલવિદા કહેવા માંગું છું...  [જો કે આ થોડુક વહેલું છે નહિ ? :D ] At last few lines from the song 'FRIENDS' by Band Of Skulls... 

I need love cause only love is true,
I need every weekend out with you!
And my Friends cause they are so beautiful
Yeah my Friends cause they are so beautiful,
They're My Friends!