Friday, March 30, 2012

Farewell Buddies...


I used to rule the world
Seas would rise when I gave the word...
Engineers!!!! આજકાલ GTUની Engineeringની First batch એક જ વાત કરે છે, "યાર હવે તો કોલેજ પૂરી ... હવે તો  આપણે ખબર નહિ આવી રીતે ક્યારેય મળશું કે નહિ? અને ફરી આવી મોજ મસ્તી કરી શકશું કે નહિ ? " હવે આ મોજમસ્તી કરવાવાળા લોકો ભેગા કેવી રીતે થયા એ જોઈએ...


અમુકનું સપનું હતું બાળપણથી કે "મારે તો  Engineer બનવું છે..." એટલે આવ્યા Engineering collegeમાં :),અમુકને બીજા એકેય fieldમાં રસ નહોતો એટલે આવ્યા Engineeringમા :P, અમુકને બીજા field વિશે ખબર નહોતી એટલે આવ્યા  Engineeringમા :O,અમુક એ કઈ જોયું જ નહિ; મમ્મી પપ્પા એ કીધું "બેટા Engineer બની જા! " એટલે આવ્યા Engineeringમા. :D  અને આ બધી એક થી એક ચઢિયાતી હસ્તી ભેગી થઇ Engineering Collegeમા અને  પછી.....??? બધા બની ગયા  F.R.I.E.N.D.S. અને પછી થઇ ફિલ્મ ચાલુ ... :P 

અમુક બન્યા HERO (or HEROINE) અને અમુક બન્યા ZERO. (Ummm...may be ZEROINE! :P :D )  અમુક બન્યા ટાપર ( બોલે તો TOPPER) અને અમુક થયા ફેઈલ ! 1st semમા ટાપર એ આપી પાર્ટી;  ફેઈલ થનાર એ  sad songs સાંભળ્યા, અને ધીરે ધીરે semester આગળ વધતા ગયા એમ બંને પાર્ટી આપતા થઇ ગયા. બધા આવેલા તો ભણવા પણ કોઈ seriously ભણી ના શક્યું.કોઈ ના પહેલા દિવસ થી પ્રેમમાં પડ્યું .... and they got their soulmates! :) અમુક પ્રેમમાં પડ્યા પણ break-up થઇ ગયું. :( અને અમુક વારંવાર પ્રેમમાં પડ્યા ... :D :P  (અને સિલસિલો હજુ ચાલુ જ હશે ...)    

પોતે લેકચર bunk કરે પણ સાથે બીજાને પણ ખેંચીને લઇ જાય...અને હા "mass bunk" તો કેમ ભુલાય? [અને mass bunk ને  mass bunk  ના થવા દેનારા લોકો પણ... :P ] અમુક assignments જાતે લખી-લખીને  મરી ગયા અને અમુક copy કરી-કરીને  મરી ગયા. :P કોઈની રાતો વીતી 'facebook chatting'મા તો કોઈની વીતી 'online gaming'મા તો કોઈની SMSમા. [કેમ કે સૂવાનું તો લેકચરમા હોય ને !!!] Concepts clear હોય કે ના હોય ... HOD sir ને જોવો એટલે એક વાત તો કહેવાની જ  "Sir...Industrial visit !!!" અને પછી visitમા કરવાની મસ્તી. ;)  લંચ બ્રેક મા ભેગા મળીને બનાવેલી ભેળ  અને  submissionના આગલા દિવસે જાગીને કરેલ project  તો અનફર્ગેટેબલ મેમરીમા આવવા જ જોઈએ. કોને વધારે માર્ક્સ આવે એના માટે લગાવેલી chocolateની શરત!  અને નાનકડી chocolate માટે friend જોડે કરેલ મીઠી fighting! :P  Low attendance માટે "Eventમા ગયા હતા..." એવા બહાના  કાઢવા ...અ...અઆ... picture abhi baaki hai mere dost!


કોઈ થઇ ગયું campus interviewમા સિલેક્ટ ... અને  ઘણા બધા રહી ગયા. o.O  :P 

અને આવી તો કઈ કેટલીયે યાદો કે જે લખવા બેસીએ તો આખી book  લખાઈ જાય ... [અમુક કહી શકાય એવી યાદો અને અમુક .... ] આજે જે મહાન લોકો collegeના વાંક કાઢવામાંથી ઊંચા નહોતા આવતા એ લોકોને આજે અચાનક  college ગમવા માંડી છે. [Last sem છે ને ... :'( :'( :'( ] પણ જીંદગી છે યાર આગળ તો વધવું જ પડશે ... [વાહ વાહ ... વાહ વાહ ...]
and this post is dedicated to all the engineers and also to all my best buddies! અને 
આ post દ્વારા હું મારા મિત્રોને આખરી અલવિદા કહેવા માંગું છું...  [જો કે આ થોડુક વહેલું છે નહિ ? :D ] At last few lines from the song 'FRIENDS' by Band Of Skulls... 

I need love cause only love is true,
I need every weekend out with you!
And my Friends cause they are so beautiful
Yeah my Friends cause they are so beautiful,
They're My Friends!

Saturday, December 24, 2011

તારી યાદમાં . . .Image Source: Google Images

હની, તને યાદ છે ?
આ જ દરીયાકીનારો હતો....તું અને હું હતા
દરિયામાં મોજાઓ રમતા હતા ...
પવન પણ એ મોજાઓને જાણે પકડવા માટે મથતો હતો....
તું ખુબ જ ખુશ હતી અને તારા ચેહરા પરનું એ સ્મિત જોઇને હું ખુશ હતો!
કિનારા પરની રેતી ભીની હતી અને આપણે??? આપણે લાગણીભીના...
હાથમાં હાથ પરોવીને આપણે ચાલતા હતા ...

ખબર નહિ કેમ, પણ તું એ રેતીમાના આપણા પગલાંને જોઈ વધારે ખુશ થતી હતી
અને હું? હું ગુસ્સે થતો હતો કે "આમાં આટલું શું જોવાનું છે? પગલા છે,,,, બસ  ..."

ત્યારે  તે જવાબ આપેલો કે  , " આ પગલા નથી ડીઅર , આ તો  એ નિશાની છે જે આપણી ગેરહાજરીમાં  આપણા પ્રેમના ગીતો  ગાશે. આ દરિયો પણ ગાશે , અને આ ગાંડો પવન પણ, આકાશમાં ઉડતા પંખીઓ પણ ગાશે... " અને એમ બોલતા બોલતા અચાનક  આનંદની કીકીયારીઓ કરતી તું દોડવા લાગી ...અને તારા જવાબને સમજવાની વ્યર્થ કોશિશ કર્યા પછી પાછળ પાછળ હું પણ દોડવા લાગ્યો..

Image Source: Google Images

અને આજે...
આજે પણ એ જ દરીયાકીનારો છે હની,
પવન પણ એ જ છે અને મોજાઓ પણ એ જ,
પણ તું નથી અને નથી તારું એ સ્મિત.
એ જ ભીની રેતી છે અને .... કોઈના પ્રેમનો ગુંજારવ કરતા પગલા પણ છે...
પણ સમજાણું નહિ કે પગલામાં પાણી છે કે આંખોમાં...!!!PS :

લવ મેરેજ અને અરેન્જડ મેરેજ વાળી પોસ્ટ વાંચીને  જે  કોઈ લોકોને એમ થયેલું કે હું માત્ર અને માત્ર લવ મેરેજની તરફેણમાં છું એમની હું ખરા દિલથી ક્ષમા માંગું છું. :-P  મારો મતલબ તો એ જ હતો કે લવ મેરેજ કરનાર લોકોને કઈ પાપ કર્યું હોય એવી નજરોથી જોવામાં આવે છે એ ખોટું છે. 

Monday, August 15, 2011

મને જીંદગી જીવવી ગમે છે ...

ઓલા ઉગતા સૂરજની આંખ સામે આંખ મિલાવવી ગમે છે,
ગગને  ઉડતા પંખીઓનો કલરવ સાંભળવો ગમે છે ;
પતંગિયાની પાંખે ચડી ફૂલે-ફૂલે ભમવું ગમે છે ,
મને જીંદગી જીવવી ગમે છે ...

મને લોકોનું અટ્ટહાસ્ય સાંભળવું ગમે છે,
એ હાસ્યનો વળતો જવાબ આપવો પણ ગમે છે;
Image source: Google Images
મને ખુદનો વિશ્વાસ કરવો ગમે છે,
મને જીંદગી જીવવી ગમે છે ...

આ ઊછળતી નદી જોડે રમવું મને ગમે છે ,
ઘૂઘવતા સાગરનું સંગીત મને ગમે છે ;
જોને આ ગાંડોતૂર પવન પણ જાણે મારા રંગે રંગાયો છે,
મને જીંદગી જીવવી ગમે છે ...

મોતનું તો કામ છે આવવાનું .
તોયે  સપનાઓ સેવવા મને ગમે છે;
તારી આંખોમાં ખોવાઈ જવું ગમે છે,                                                        
મને જીંદગી જીવવી ગમે છે ... 

You might like this...
http://me-against-myself-23.blogspot.com/2011/04/kaise-kahe-ki-kya-hai-ye-jindagi.html

Monday, May 23, 2011

આને કે'વાય ૬ઠું સેમેસ્ટર પૂરું કર્યું...

સેમેસ્ટરની શરૂઆત થાય strike થી. Reason? કોલેજનો ટાઇમ ૩ કલાક વધારવામાં આવેલો... x-(

Internal examના ફર્સ્ટ પેપર માં ૬/૧૫ માર્ક્સ આવવા...અને ગ્રાફને ઉપર લઇ જવા બહુ વાંધા પડવા :D

Classમાં વાતો કરવા બદલ મેડમ તમને special warning આપે અને કે'ય  કે "sudhar jao..."  :O

ફ્રેન્ડસ  પાસેથી ચોકલેટ અને પાર્ટી લેવા માટે ઝઘડ્યા રાખવું... :P

(અમુક ) લેકચરરના નામ પાડીને જે પહેલા સેમેસ્ટરમાં એમને ખબર ના પડે એમ બોલવામાં આવતા. એ હવે મોટેથી બોલવા ... :p

AWP ના vivaમાં મૂંગા બેસી રહેવું અને  Sir ચીસો પાડીને   "Silence!" ની જગ્યાએ  "Say something!" બોલતા હોય ... :o)

Labમાં ફ્રેન્ડસ જોડે વાતો કરતા-કરતા એટલું મશગુલ થઇ જવું કે  તમે  stool ઉપરથી પડી જાવ ... :))

Submission લગભગ પૂરું  જ થઇ ગયું હોય collegeનો છેલ્લો દિવસ હોય તો પણ બધાના ફેવરીટ મેડમ ભણાવવા આવે , Classમાં નહિ પણ Labમાં ભણવાનું હોય તો પણ બધા ચપોચપ table ની આસપાસ ગોઠવાઈ જાય (અમુક ને જગ્યા ના મળે તો ઊભા રહે ...) અને છતાય એટલી જ સ્ફૂર્તિથી જવાબ આપતા હોય જાણે કે સેમેસ્ટર નો પહેલો લેકચર... o:) :)

આને કે'વાય ૬ઠું સેમેસ્ટર પૂરું કર્યું...!!!!!

*તમારા અનુભવો પણ તમારા શબ્દો માં આવકાર્ય છે.... :)  [comment...comment...]

Sunday, January 23, 2011

બદલવું કે ના બદલવું ?

કેમ છો મિત્રો મજામાંને ? ઘણા દિવસો પછી મળ્યા નહિ ? આજે આ ઠંડીથી impress થઈને આવેલી તો શિયાળા વિશે લખવા પણ વચ્ચે અચાનક એવી વાત નજરે ચડી ગઈ (Facebook...facebook)  કે થયું કે આના વિશે લખીશ નહિ તો શાંતિ નહિ થાય. 

મેં ક્યાંક એવું વાંચેલું કે આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ એમના માટે આપણે આપણી જાતને change ના કરવી જોઈએ તમે જેવા છો એવા જ તમને સ્વીકારે એ જ  true lover. પ્રથમ નજરે તો મને આ ઘણું સાર્થક લાગ્યું કે  change થઈને ગુંગળાઈને જીવવું એના કરતા better છે કે જેવા છીએ એવા રહીએ.પરંતુ મગજ તો એનું કામ 24*7 કરતુ જ રહે છે એણે સામો question પણ કર્યો કે બદલાવ હમેશા ગૂંગળાવી નાખનારો જ હોય એવું જરૂરી થોડું છે? દુનિયા તો જાત-જાતની પ્રવૃતિઓ અને શોખોથી ભરેલી છે. (કારણ કે દુનિયા જુદા-જુદા મગજ ના લોકોથી ભરેલી છે. એટલે જયારે બે માણસ મળવાના ત્યારે ક્યાંક તો ગુચવાળો ઉભો થવાનો જ .મન એવું ચંચળ છે કે એ થોડી તો આશા રાખી જ બેસવાનું કે મારી / મારો  life partner  આવી / આવો હશે. ) તો આપણી  પ્રિય વ્યક્તિ દ્વારા જો આપણે દુનિયાની એક નવી બાજુથી માહિતગાર થતા હોઈએ તો એમાં વાંધો શું છે ? એવું પણ બને કે એ નવી બાજુમાં તમે સરસ રીતે ગોઠવાઈ જાવ અને તમે એને ખરા દિલથી enjoy કરો. જિંદગી એવી રસપ્રદ બની જાય જેવી ક્યારેય હતી જ નહિ !!! કદાચ એવું પણ બને કે તમારે એવું જ બનવું હોય પણ તમે હમેશા એ વાતને અવગણી હોય ..અને આમ જુઓ તો આ બદલવાની રીત વર્ષોથી ચાલી આવે છે. ઘણીવાર કોઈની પાસેથી એવું સાંભળવા મળે કે ' હું બ્લેક કલર ના dresses એટલે નથી પહેરતી કારણ કે મારા husband ને એ નથી ગમતું .' (અને આ વાતનું એ બહેનને કઈ દુખ  ના હોય એ તો ઉલટા ખુશ હોય કે 'બ્લેક જોવે ને કોઈ યાદ આવે' પણ સાંભળનારાઓને આનું બહુ પેટમાં દુખતું હોય. :D :P )


So....હું એવું માનું છું કે પ્રિય વ્યક્તિથી છુટા પડતા પહેલા એક વાર 'change' શબ્દનો સામનો કરી લેવો જોઈએ. પણ હા કોઈ બદલે એટલે demand ઉપર demand ચાલુ ના કરવી હો ...વન-વે નથી ને એટલે !  ;-)  અને ઘણીવાર આપણે આપણા માતા - પિતા માટે પણ બદલાતા હોઈએ છીએ આપણી ઈચ્છાઓને બદલાતા હોઈએ છીએ  એટલે આ કામ અઘરું તો નથી જ . So feel free to enter in the new world...ના ગમે તો એ જ રસ્તે પાછા આવી જજો ને !

Saturday, July 10, 2010

માતા-પિતા ... 'માલિક' નહી પરંતુ 'હમસફર'

"...હું એમ માનું છું કે રસ્તે (હાઈ- વે પર) કારમાં જતા હોઈએ અને કોઈને લીફ્ટ આપીએ એ રીતે પૃથ્વી પર ઉતરાણ કરવા માગતા શિશુઓને કોઈ બે જણા પૃથ્વી પર ટપકી પાડવામાં લીફ્ટ આપે છે. લીફ્ટ આપનારને લોકો માબાપ કહે - લેનારને સંતાન ! જેમને લીફ્ટ આપી એ તેના આપણે 'માલિક' નહી -' હમસફર' ગણાઈએ ..."


           માનનીય શ્રી ગુણવંત શાહ ના આ શબ્દો મેં વાંચ્યા એટલે થયું કે અહી બધાની જોડે 'શેયર' કરું . એમણે જે કહેલું છે એ મારા મત મુજબ દુનિયા ના દરેક માતા પિતા એ સમજવાની જરૂર છે. મોટે ભાગે માતા પિતા પોતે પોતાના જે સપના પુરા ન કરી શક્ય હોય એના માટે એવો અભિગમ રાખતા હોઈ છે કે મારું આ સપનું મારો દિકરો કે દીકરી પૂરું કરશે.અને આમ જુઓ તો એમાં કઈ ખરાબી પણ નથી. મા-બાપ  હોવાને લીધે થોડીક આશાઓ બંધાવી તો સામાન્ય છે. પરંતુ એ સપનાઓને સંતાનો પર થોપવા ન જોઈએ. ઘણા માતા પિતા એવું જ માનતા હોય છે કે દુનિયામાં 'ડોક્ટર ' અને 'એન્જીનીઅર' સિવાય બીજા કોઈ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી જ ન શકાય.અને પછી આ જ મા-બાપ ટી.વી. પર કોઈ રીયાલીટી શો માં કોઈના દીકરા/દીકરીને  સરસ ડાન્સ કરતા  જોઇને બોલતા હોય છે કે "અરે, વાહ ! કેટલો સરસ ડાન્સ કરે છે!" અરે ભલા માણસ.... તમારા દીકરી/દીકરો પણ આમ જ ડાન્સ કરતા હોય તો જો એમણે જયારે ડાન્સ શીખવાની ઈચ્છા દર્શાવી હતી ત્યારે તમે જો એના સપનામાં તમારા સપનાઓને જો ભેળવી શક્યા હોત. પણ ના તમે તો એના માલિક બનીને ઓર્ડર આપ્યો કે તારે  'XYZ'  બનવાનું છે. જિંદગી પોતાની અને સપના બીજાના હોય ત્યારે આગળ વધવું થોડું મુશ્કેલ બની જાય છે.જો કે ઘણા લોકો મા-બાપ અને પોતાના  બંનેના સપનાઓને એક સાથે જીવી જાણે છે. પરંતુ દરેક લોકો માટે એ શક્ય નથી.આથી દરેક માતા-પિતાએ સંતાનો ના 'માલિક ' નહિ પરંતુ 'હમસફર' બનવાની કોશિશ કરવી જોઈએ. . . . :-)

Tuesday, June 22, 2010

રંગીલું રાજકોટ

        ગુજરાતનું આ શહેર રંગીલા રાજકોટના નામે જાણીતું છે અને એ યથાર્થ છે કારણ  કે  અહીના  લોકો  જિંદગીની  દરેક  પળને  જીવી  જાણવામાં  માને  છે.  એક  છોકરી  જેટલી  પોતાના  'લૂક'  પ્રત્યે  સભાન  હોય  એટલું  જ  સભાન  રાજકોટ  પોતાના  'લૂક' પ્રત્યે  છે  એમ  કહીએ  તો  નવાઈ  નહિ ! દિવસે  ને  દિવસે  અહી  બની  રહેલા  મોલ્સ , હાઈ રાઈઝ  બિલ્ડીંગો  અને  રસ્તાઓ  જાણે  કે  રાજકોટને પુરેપુરૂ  બદલી  જ  નાખશે .
 
        રંગીલા  રાજકોટના લોકોના  ફેવરીટ  લીસ્ટમાં  એક  નામ  કોમન  છે  અને  એ  છે  અહીના  FM રેડિયો  સ્ટેશન . સવારે  ઉઠીને ચા  પીતા-પીતા  સૌથી  પહેલું  કામ  લોકો  રેડિયો  ચાલુ  કરવાનું  કરે !! નાના  બાળકથી  લઈને  બુઝુર્ગોને  પણ  રેડિયો  પરના શોઝ  અને  તેમના  RJ ના  નામ  ખબર  હોય .

        રંગીલા  રાજકોટનું  હૃદય  એટલે  અહીનું  રેસકોર્સ  ! સવારે  ત્યાંથી  નીકળો  એટલે  કેટલાયે  જુવાનીયાઓ  કસરત  કરતા  અને  રમતો   રમતા  જોવા  મળે . યુવતીઓ  વોકિંગ  કરતી  જોવા  મળે . સાથે  સાથે  અમુક  કાકા -કાકી  પણ જોવા  મળે . (પણ  એ  કાકા  કાકી  કરતા  એમની  સાથે  આવતા  એમના  કુતરાનું  વજન  વધુ  ઊતરી ગયું  હોય !! :D ) આમ  તો  હૃદયના  ધબકારા  દરેક  પળે સરખા  જ  હોય  પરંતુ  રેસકોર્સના  ધબકારા  રાતે  બહુ  વધી  જાય . રસ્તા  ઉપર  બાઈકની અને  કારની  અવર -જવર  ખાસ્સી  વધી  જાય . ખાસ  કરીને  શનિ -રવિમાં કારણ  કે  અહીનું  ફન -વર્લ્ડ  બાળકોની  ફેવરીટ
જગ્યા  છે . (અને સાથે સાથે બાલભવન પણ ...)
 
        રાજકોટના  લોકો  ખાવાના  પણ  એટલા  જ   શોખીન  છે . વરસાદ  પડ્યો  નથી  કે  તરત  જ  બધા  ભજીયા  ખાવા  દોડશે . 'મયુર'ના  ભજીયા  અહીના  લોકોના  ફેવરીટ . આ  સિવાય  વણેલા  ગાંઠિયાનું  પણ  અહી  એટલું  જ  રાજ  ચાલે  છે !અને  સમોસા,ગોલા,આઇસ-ક્રીમ  અને  સાત  પાણી  વાળી પાણીપુરી તો  ખરી જ!!! રસ્તા  ઉપર  ઊભેલી  રેકડી  હોય  કે   પછી   દુકાન  બધી જગ્યાએ   ભીડ જોવા  મળે .
       અહીની  ફૂલોની  દુનિયા  પણ  એટલી  જ  રંગીલી  છે . વહેલી  સવારે  પટેલવાડી  તરફ  જશો  તો  વચ્ચે  પૂલ  પાસે  ફૂલોનું  ધોમ  વેચાણ  થતું  જોવા  મળશે . એ  જોઇને  જ  ખબર  પડે  કે  રાજકોટ  ફૂલોનું  કેટલું  દીવાનું  છે !!!

જો  કે  રાજકોટની  રંગતાતાનો  લ્હાવો  વાંચીને  નહિ  પણ  રૂબરૂ  લેવામાં  જ  ખરો  આનંદ  છે !!!. અહી આવશો તો રાજકોટના રંગે રંગાઈ જશો એ પાક્કું ...!!!  :-)