Saturday, December 24, 2011

તારી યાદમાં . . .Image Source: Google Images

હની, તને યાદ છે ?
આ જ દરીયાકીનારો હતો....તું અને હું હતા
દરિયામાં મોજાઓ રમતા હતા ...
પવન પણ એ મોજાઓને જાણે પકડવા માટે મથતો હતો....
તું ખુબ જ ખુશ હતી અને તારા ચેહરા પરનું એ સ્મિત જોઇને હું ખુશ હતો!
કિનારા પરની રેતી ભીની હતી અને આપણે??? આપણે લાગણીભીના...
હાથમાં હાથ પરોવીને આપણે ચાલતા હતા ...

ખબર નહિ કેમ, પણ તું એ રેતીમાના આપણા પગલાંને જોઈ વધારે ખુશ થતી હતી
અને હું? હું ગુસ્સે થતો હતો કે "આમાં આટલું શું જોવાનું છે? પગલા છે,,,, બસ  ..."

ત્યારે  તે જવાબ આપેલો કે  , " આ પગલા નથી ડીઅર , આ તો  એ નિશાની છે જે આપણી ગેરહાજરીમાં  આપણા પ્રેમના ગીતો  ગાશે. આ દરિયો પણ ગાશે , અને આ ગાંડો પવન પણ, આકાશમાં ઉડતા પંખીઓ પણ ગાશે... " અને એમ બોલતા બોલતા અચાનક  આનંદની કીકીયારીઓ કરતી તું દોડવા લાગી ...અને તારા જવાબને સમજવાની વ્યર્થ કોશિશ કર્યા પછી પાછળ પાછળ હું પણ દોડવા લાગ્યો..

Image Source: Google Images

અને આજે...
આજે પણ એ જ દરીયાકીનારો છે હની,
પવન પણ એ જ છે અને મોજાઓ પણ એ જ,
પણ તું નથી અને નથી તારું એ સ્મિત.
એ જ ભીની રેતી છે અને .... કોઈના પ્રેમનો ગુંજારવ કરતા પગલા પણ છે...
પણ સમજાણું નહિ કે પગલામાં પાણી છે કે આંખોમાં...!!!PS :

લવ મેરેજ અને અરેન્જડ મેરેજ વાળી પોસ્ટ વાંચીને  જે  કોઈ લોકોને એમ થયેલું કે હું માત્ર અને માત્ર લવ મેરેજની તરફેણમાં છું એમની હું ખરા દિલથી ક્ષમા માંગું છું. :-P  મારો મતલબ તો એ જ હતો કે લવ મેરેજ કરનાર લોકોને કઈ પાપ કર્યું હોય એવી નજરોથી જોવામાં આવે છે એ ખોટું છે. 

Monday, August 15, 2011

મને જીંદગી જીવવી ગમે છે ...

ઓલા ઉગતા સૂરજની આંખ સામે આંખ મિલાવવી ગમે છે,
ગગને  ઉડતા પંખીઓનો કલરવ સાંભળવો ગમે છે ;
પતંગિયાની પાંખે ચડી ફૂલે-ફૂલે ભમવું ગમે છે ,
મને જીંદગી જીવવી ગમે છે ...

મને લોકોનું અટ્ટહાસ્ય સાંભળવું ગમે છે,
એ હાસ્યનો વળતો જવાબ આપવો પણ ગમે છે;
Image source: Google Images
મને ખુદનો વિશ્વાસ કરવો ગમે છે,
મને જીંદગી જીવવી ગમે છે ...

આ ઊછળતી નદી જોડે રમવું મને ગમે છે ,
ઘૂઘવતા સાગરનું સંગીત મને ગમે છે ;
જોને આ ગાંડોતૂર પવન પણ જાણે મારા રંગે રંગાયો છે,
મને જીંદગી જીવવી ગમે છે ...

મોતનું તો કામ છે આવવાનું .
તોયે  સપનાઓ સેવવા મને ગમે છે;
તારી આંખોમાં ખોવાઈ જવું ગમે છે,                                                        
મને જીંદગી જીવવી ગમે છે ... 

You might like this...
http://me-against-myself-23.blogspot.com/2011/04/kaise-kahe-ki-kya-hai-ye-jindagi.html

Monday, May 23, 2011

આને કે'વાય ૬ઠું સેમેસ્ટર પૂરું કર્યું...

સેમેસ્ટરની શરૂઆત થાય strike થી. Reason? કોલેજનો ટાઇમ ૩ કલાક વધારવામાં આવેલો... x-(

Internal examના ફર્સ્ટ પેપર માં ૬/૧૫ માર્ક્સ આવવા...અને ગ્રાફને ઉપર લઇ જવા બહુ વાંધા પડવા :D

Classમાં વાતો કરવા બદલ મેડમ તમને special warning આપે અને કે'ય  કે "sudhar jao..."  :O

ફ્રેન્ડસ  પાસેથી ચોકલેટ અને પાર્ટી લેવા માટે ઝઘડ્યા રાખવું... :P

(અમુક ) લેકચરરના નામ પાડીને જે પહેલા સેમેસ્ટરમાં એમને ખબર ના પડે એમ બોલવામાં આવતા. એ હવે મોટેથી બોલવા ... :p

AWP ના vivaમાં મૂંગા બેસી રહેવું અને  Sir ચીસો પાડીને   "Silence!" ની જગ્યાએ  "Say something!" બોલતા હોય ... :o)

Labમાં ફ્રેન્ડસ જોડે વાતો કરતા-કરતા એટલું મશગુલ થઇ જવું કે  તમે  stool ઉપરથી પડી જાવ ... :))

Submission લગભગ પૂરું  જ થઇ ગયું હોય collegeનો છેલ્લો દિવસ હોય તો પણ બધાના ફેવરીટ મેડમ ભણાવવા આવે , Classમાં નહિ પણ Labમાં ભણવાનું હોય તો પણ બધા ચપોચપ table ની આસપાસ ગોઠવાઈ જાય (અમુક ને જગ્યા ના મળે તો ઊભા રહે ...) અને છતાય એટલી જ સ્ફૂર્તિથી જવાબ આપતા હોય જાણે કે સેમેસ્ટર નો પહેલો લેકચર... o:) :)

આને કે'વાય ૬ઠું સેમેસ્ટર પૂરું કર્યું...!!!!!

*તમારા અનુભવો પણ તમારા શબ્દો માં આવકાર્ય છે.... :)  [comment...comment...]

Sunday, January 23, 2011

બદલવું કે ના બદલવું ?

કેમ છો મિત્રો મજામાંને ? ઘણા દિવસો પછી મળ્યા નહિ ? આજે આ ઠંડીથી impress થઈને આવેલી તો શિયાળા વિશે લખવા પણ વચ્ચે અચાનક એવી વાત નજરે ચડી ગઈ (Facebook...facebook)  કે થયું કે આના વિશે લખીશ નહિ તો શાંતિ નહિ થાય. 

મેં ક્યાંક એવું વાંચેલું કે આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ એમના માટે આપણે આપણી જાતને change ના કરવી જોઈએ તમે જેવા છો એવા જ તમને સ્વીકારે એ જ  true lover. પ્રથમ નજરે તો મને આ ઘણું સાર્થક લાગ્યું કે  change થઈને ગુંગળાઈને જીવવું એના કરતા better છે કે જેવા છીએ એવા રહીએ.પરંતુ મગજ તો એનું કામ 24*7 કરતુ જ રહે છે એણે સામો question પણ કર્યો કે બદલાવ હમેશા ગૂંગળાવી નાખનારો જ હોય એવું જરૂરી થોડું છે? દુનિયા તો જાત-જાતની પ્રવૃતિઓ અને શોખોથી ભરેલી છે. (કારણ કે દુનિયા જુદા-જુદા મગજ ના લોકોથી ભરેલી છે. એટલે જયારે બે માણસ મળવાના ત્યારે ક્યાંક તો ગુચવાળો ઉભો થવાનો જ .મન એવું ચંચળ છે કે એ થોડી તો આશા રાખી જ બેસવાનું કે મારી / મારો  life partner  આવી / આવો હશે. ) તો આપણી  પ્રિય વ્યક્તિ દ્વારા જો આપણે દુનિયાની એક નવી બાજુથી માહિતગાર થતા હોઈએ તો એમાં વાંધો શું છે ? એવું પણ બને કે એ નવી બાજુમાં તમે સરસ રીતે ગોઠવાઈ જાવ અને તમે એને ખરા દિલથી enjoy કરો. જિંદગી એવી રસપ્રદ બની જાય જેવી ક્યારેય હતી જ નહિ !!! કદાચ એવું પણ બને કે તમારે એવું જ બનવું હોય પણ તમે હમેશા એ વાતને અવગણી હોય ..અને આમ જુઓ તો આ બદલવાની રીત વર્ષોથી ચાલી આવે છે. ઘણીવાર કોઈની પાસેથી એવું સાંભળવા મળે કે ' હું બ્લેક કલર ના dresses એટલે નથી પહેરતી કારણ કે મારા husband ને એ નથી ગમતું .' (અને આ વાતનું એ બહેનને કઈ દુખ  ના હોય એ તો ઉલટા ખુશ હોય કે 'બ્લેક જોવે ને કોઈ યાદ આવે' પણ સાંભળનારાઓને આનું બહુ પેટમાં દુખતું હોય. :D :P )


So....હું એવું માનું છું કે પ્રિય વ્યક્તિથી છુટા પડતા પહેલા એક વાર 'change' શબ્દનો સામનો કરી લેવો જોઈએ. પણ હા કોઈ બદલે એટલે demand ઉપર demand ચાલુ ના કરવી હો ...વન-વે નથી ને એટલે !  ;-)  અને ઘણીવાર આપણે આપણા માતા - પિતા માટે પણ બદલાતા હોઈએ છીએ આપણી ઈચ્છાઓને બદલાતા હોઈએ છીએ  એટલે આ કામ અઘરું તો નથી જ . So feel free to enter in the new world...ના ગમે તો એ જ રસ્તે પાછા આવી જજો ને !