Sunday, January 23, 2011

બદલવું કે ના બદલવું ?

કેમ છો મિત્રો મજામાંને ? ઘણા દિવસો પછી મળ્યા નહિ ? આજે આ ઠંડીથી impress થઈને આવેલી તો શિયાળા વિશે લખવા પણ વચ્ચે અચાનક એવી વાત નજરે ચડી ગઈ (Facebook...facebook)  કે થયું કે આના વિશે લખીશ નહિ તો શાંતિ નહિ થાય. 

મેં ક્યાંક એવું વાંચેલું કે આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ એમના માટે આપણે આપણી જાતને change ના કરવી જોઈએ તમે જેવા છો એવા જ તમને સ્વીકારે એ જ  true lover. પ્રથમ નજરે તો મને આ ઘણું સાર્થક લાગ્યું કે  change થઈને ગુંગળાઈને જીવવું એના કરતા better છે કે જેવા છીએ એવા રહીએ.પરંતુ મગજ તો એનું કામ 24*7 કરતુ જ રહે છે એણે સામો question પણ કર્યો કે બદલાવ હમેશા ગૂંગળાવી નાખનારો જ હોય એવું જરૂરી થોડું છે? દુનિયા તો જાત-જાતની પ્રવૃતિઓ અને શોખોથી ભરેલી છે. (કારણ કે દુનિયા જુદા-જુદા મગજ ના લોકોથી ભરેલી છે. એટલે જયારે બે માણસ મળવાના ત્યારે ક્યાંક તો ગુચવાળો ઉભો થવાનો જ .મન એવું ચંચળ છે કે એ થોડી તો આશા રાખી જ બેસવાનું કે મારી / મારો  life partner  આવી / આવો હશે. ) તો આપણી  પ્રિય વ્યક્તિ દ્વારા જો આપણે દુનિયાની એક નવી બાજુથી માહિતગાર થતા હોઈએ તો એમાં વાંધો શું છે ? એવું પણ બને કે એ નવી બાજુમાં તમે સરસ રીતે ગોઠવાઈ જાવ અને તમે એને ખરા દિલથી enjoy કરો. જિંદગી એવી રસપ્રદ બની જાય જેવી ક્યારેય હતી જ નહિ !!! કદાચ એવું પણ બને કે તમારે એવું જ બનવું હોય પણ તમે હમેશા એ વાતને અવગણી હોય ..અને આમ જુઓ તો આ બદલવાની રીત વર્ષોથી ચાલી આવે છે. ઘણીવાર કોઈની પાસેથી એવું સાંભળવા મળે કે ' હું બ્લેક કલર ના dresses એટલે નથી પહેરતી કારણ કે મારા husband ને એ નથી ગમતું .' (અને આ વાતનું એ બહેનને કઈ દુખ  ના હોય એ તો ઉલટા ખુશ હોય કે 'બ્લેક જોવે ને કોઈ યાદ આવે' પણ સાંભળનારાઓને આનું બહુ પેટમાં દુખતું હોય. :D :P )


So....હું એવું માનું છું કે પ્રિય વ્યક્તિથી છુટા પડતા પહેલા એક વાર 'change' શબ્દનો સામનો કરી લેવો જોઈએ. પણ હા કોઈ બદલે એટલે demand ઉપર demand ચાલુ ના કરવી હો ...વન-વે નથી ને એટલે !  ;-)  અને ઘણીવાર આપણે આપણા માતા - પિતા માટે પણ બદલાતા હોઈએ છીએ આપણી ઈચ્છાઓને બદલાતા હોઈએ છીએ  એટલે આ કામ અઘરું તો નથી જ . So feel free to enter in the new world...ના ગમે તો એ જ રસ્તે પાછા આવી જજો ને !

11 comments:

  1. Agreed completely wid you!
    At first reaction , we may feel like "why i should change?"
    but when we can feel the wind of love, feelings we dont mind in accepting small changes, and as per my experience, we even dont realize the changes we have!
    wonderful write up dear!

    keep it up!

    ReplyDelete
  2. Tu Atli badhi Samajdar kyar thi thai gai
    - It is Very Good Thought.

    ReplyDelete
  3. Maradia Vivek : pan mane noti khabar

    ReplyDelete
  4. સરસ અને સરળ લેખ. આજ વાત કોઇ સાક્ષરે(!) લખી હોત તો કદાચ લેખની લમ્બાઇ દસ ગણી વધી ગઇ હોત અને ત્યાર બાદ પણ માથુ ખંજવાળવુ પડત કે લેખક શુ કહેવા માંગે છે.

    ReplyDelete
  5. સરળ અર્થમા તો જેમને અક્ષર જ્ઞાન હોય તેમને સાક્ષર કહી શકાય. પરંતુ ગુજરાતી સાહિત્યકારો (!) માત્ર એવા મુર્ધન્યો ને જ સાક્ષર ગણે છે જેઓ તેમના લખાણોમા ભાષાના શક્ય હોય તેવા ક્લિષ્ટ શબ્દોનો પ્રયોગ કરતા હોય. એ દ્રષ્ટિએ તો તમે સાક્ષર નથી જ !

    ReplyDelete
  6. સાચી વાત નવીનભાઈ , હું સાહિત્યકાર નથી પરંતુ બ્લોગસ્પોટ તો સાહિત્યકાર હોય કે ના હોય દરેકને લખવાની સ્વતંત્રતા આપે છે એટલે મેં મારા વિચારો કર્યા :-D :o) અને ખુશી થઇ કે તમે એ વિચારો સાથે થોડી સહમતી દર્શાવી. :-)

    ReplyDelete